ભારતના ગુજરાત રાજ્યમાં ૩૩ જિલ્લાઓ આવેલા છે વિસ્તારમાં કચ્છ સૌથી મોટો અને ડાંગ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે , જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. ગુજરાતમાં ૨૫૨ તાલુકાઓ આવેલા છે . ઇતિહાસ ૧૯૬૦ ૧ મે ૧૯૬૦ના રોજ બોમ્બે રાજ્યના ઉત્તર ભાગના ૧૭ જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. આ જિલ્લાઓ હતા: અમદાવાદ , અમરેલી , બનાસકાંઠા , ભરૂચ , ભાવનગર , ડાંગ , જામનગર , જુનાગઢ , ખેડા , કચ્છ , મહેસાણા , પંચમહાલ , રાજકોટ , સાબરકાંઠા , સુરત , સુરેન્દ્રનગર , અને વડોદરા . ૧૯૬૪ ૧૯૬૪માં ગાંધીનગર જિલ્લો અમદાવાદ અને મહેસાણાના ભાગોમાંથી રચવામાં આવ્યો. ૧૯૬૬ સુરતમાંથી...
Comments
Post a Comment