Posts

Showing posts from August, 2024

Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો :

Image
 Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૭: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ - ૨૦૨૦ મુજબ તેમના વર્ગ શિક્ષણ કાર્યમાં રમકડાનો ઉપયોગ કરી, નવતર અભિગમ અપનાવ્યો છે. આ પ્રયોગ થકી તેમણે શાળાના બાળકોને વિષય શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે.  ધોરણ ૧ અને ૨ ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી અધ્યયન નિષ્પતિઓને સરળતાથી કેવી રીતે શીખવી શકાય એનું એક નવતર કાર્ય આ શિક્ષિકાના વર્ગખંડમાં જોવા મળે છે.  શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર અને રાજ્ય કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં રજૂ કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નમૂનારૂપ પ્રદર્શન કર્યું હતું. જેની નોંધ લઈ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ થી  સન્માનિત કરવામાં આવ્યા હતાં. ડાંગ જિલ્લાની શિક્ષિકા શ્રી...

નારી વંદન ઉત્સવ: 'મહિલા કર્મયોગી દિવસ' વિશેષ લેખ

Image
 નારી વંદન ઉત્સવ:  'મહિલા કર્મયોગી દિવસ' વિશેષ લેખ ૨૮ વર્ષથી  ગાંધીનગર જિલ્લાની દીકરીઓને કરાટે-જુડો થકી સફળ તાલીમ આપી આત્મરક્ષણ માટે સક્ષમ બનાવનાર મહિલા કર્મયોગી એટલે કિલ્લોલ સાપરિયા ”વ્યક્તિની સફળતા અન્ય માટે પ્રેરણારૂપ બનવી જોઈએ”- કિલ્લોલ સાપરિયા ગાંધીનગર,સોમવાર એક સપ્તાહ ચાલનાર નારી વંદન ઉત્સવ દરમિયાન 'મહિલા કર્મયોગી દિવસ'ની ઉજવણી એટલે એવી મહિલાઓને સમર્પિત દિવસ જે જુદા જુદા વ્યવસાયો સાથે જોડાઈ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરવા સાથે કર્મયોગી બની છે. આ દિવસ સામાન્ય રીતે મહિલા કર્મચારીઓના યોગદાન અને સિદ્ધિઓની ઉજવણી કરવાનો કે મહિલા કર્મીઓની મહેનત, સમર્પણ અને વિવિધ વ્યવસાયોમાં તેઓએ જે પડકારોને પાર કરી સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ તેમને બિરદાવવાનો દિવસ છે.  આ કર્મયોગી મહિલા દિવસે ગાંધીનગર જિલ્લાની એક એવી મહિલાની વાત કરવી છે જેમણે ૧૯૯૬ થી માંડી ૨૦૧૭ સુધીમાં દોઢ લાખથી વધુ દીકરીઓને જુડો કરાટેની તાલીમ આપી.અને ગાંધીનગરમાં ‘કિલ્લોલ દીદી’ના હુલામણા નામથી જાણીતા બન્યા છે તેવા કિલ્લોલ એસ. સાપરિયાની.  વર્તમાન સમયમાં મહિલાઓને જ્યારે સ્વ બચાવની તાતી જરૂરિયાત છે ત્યારે પાછલા...

ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ

Image
         ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ બાલાસિનોરથી રૈયોલી જતા પોતાનો કોન્વોય રોકાવીને મોડેલ સ્કૂલના બાળ વિદ્યાર્થીઓને મળ્યા.  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સહજતા અને બાળકો પ્રત્યેના સ્નેહનું વધુ એક તાદ્રશ્ય ઉદાહરણ તેમણે મહિસાગર જિલ્લાના બાલાસિનોરની મુલાકાત દરમ્યાન પૂરૂ પાડ્યું હતું. મુખ્યમંત્રીશ્રી બાલાસિનોર ખાતેથી સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરીને રૈયોલી જઈ રહ્યાં હતા. તે દરમ્યાન તેમની કોન્વોયના વાહનો સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન માર્ગની બાજુમાં ઊભા રહી આ વાહનોને નિહાળી રહેલા બાળકો તરફ ગયું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે  તુરત જ પોતાની કોન્વોય રોકાવી દીધી હતી અને તેઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા. કોન્વોય વાહનોને અચાનક ઊભા રહી જતા જોઈને બાળકો વિચારમાં પડી ગયા હતા. ત્યાં તો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો પાસે પહોંચી ગયા હતા અને તેમને મળીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. #gujaratinformation#CMO#GOGConnect#BhupendraPatel#mahitigujarat

Gandhinagar : ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકે ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવો : જિલ્લા પોલીસ વડાશ્રી

Image
 Gandhinagar : ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકે ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવો : જિલ્લા પોલીસ વડાશ્રી  જિલ્લાના નાગરિકોએ પોતાની બેંક કે અન્ય નાણાંકીય બાબતની વિગતો મોબાઇલ પર કોઇપણ વ્યક્તિને આપવી નહીં : ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો કે ફેક આઇ.ડી.થી ચેતો...... જિલ્લા પોલીસ વડાશ્રી ગાંધીનગર જિલ્લા પોલીસની સાયબર ક્રાઇમ શાખાએ સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકોને રૂ. ૫૬ લાખથી વધુની રકમ પરત અપાવી ગાંધીનગર: શુક્રવાર:   રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડાક સમયથી સાયબર ક્રાઇમનો ભોગ સરળતાથી નાગરિકો બનતા હોય છે. નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ બને તો તરત જ  ગાંધીનગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસનો અથવા ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું છે.   જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ સામાન્ય નાગરિકોને બેંક, પોલીસ, ઇન્કમટેક્ષ કે અન્ય વિભાગમાંથી બોલું છું, કહી તેમની પાસેથી નાણાંકીય બાબતોની વિગતો વાતવાતમાં લઇ લેતાં હોય છે. કયારેક લીંક કે...