Posts

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

Image
  Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયા બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત

Khergam : વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું.

Image
  Khergam : વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું. તારીખ 11-09-2024નાં દિને ખેરગામ તાલુકાની વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું હતું. જેમાં શામળા ફળિયા સી.આર.સી.માં સમાવિષ્ટ 11 સરકારી શાળાઓ અને 1 ખાનગી શાળાએ ભાગ લીધો હતો. વિભાગ ૧ આહાર, સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં 5 કૃતિ,વિભાગ ૨ પરિવહન અને સંચારમાં 1 કૃતિ, વિભાગ 3 પ્રાકૃતિક ખેતીમાં ૩ કૃતિ,વિભાગ ૪ મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થીંકીંગમાં ૫ કૃતિ અને વિભાગ ૫ (બ) સંસાધન વ્યવસ્થાપનમાં ૧ કૃતિ મળી કુલ ૧૫ કૃતિ પ્રદર્શિત થઈ હતી. જેમાં વિભાગ 1માં( ટ્રાફિક વાળી જગ્યાએ CO2નો નિકાલ) નાંધઈ પ્રાથમિક શાળા, વિભાગ 2માં (ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન) શામળા ફળિયા પ્રાથમિક શાળા, વિભાગ 3માં ( નેચરલ ફાર્મિંગ) નારણપોર પ્રાથમિક શાળા, વિભાગ 4માં (ગુણોત્તર માપકયંત્ર) નારણપોર પ્રાથમિક શાળા અને વિભાગ 5માં (નાળિયેરની છાલમાંથી કોકપિટની બનાવટ) નવી ભૈરવી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તમામ કૃતિઓઓનું નિરીક્ષણ કાર્ય જનતા માઘ્યમિક શાળાનાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો શ્રી પ્રિતેશભાઈ

Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો :

Image
 Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૭: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ - ૨૦૨૦ મુજબ તેમના વર્ગ શિક્ષણ કાર્યમાં રમકડાનો ઉપયોગ કરી, નવતર અભિગમ અપનાવ્યો છે. આ પ્રયોગ થકી તેમણે શાળાના બાળકોને વિષય શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે.  ધોરણ ૧ અને ૨ ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી અધ્યયન નિષ્પતિઓને સરળતાથી કેવી રીતે શીખવી શકાય એનું એક નવતર કાર્ય આ શિક્ષિકાના વર્ગખંડમાં જોવા મળે છે.  શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર અને રાજ્ય કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં રજૂ કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નમૂનારૂપ પ્રદર્શન કર્યું હતું. જેની નોંધ લઈ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ થી  સન્માનિત કરવામાં આવ્યા હતાં. ડાંગ જિલ્લાની શિક્ષિકા શ્રીમતી માલાબેન થોરાટને

નારી વંદન ઉત્સવ: 'મહિલા કર્મયોગી દિવસ' વિશેષ લેખ

Image
 નારી વંદન ઉત્સવ:  'મહિલા કર્મયોગી દિવસ' વિશેષ લેખ ૨૮ વર્ષથી  ગાંધીનગર જિલ્લાની દીકરીઓને કરાટે-જુડો થકી સફળ તાલીમ આપી આત્મરક્ષણ માટે સક્ષમ બનાવનાર મહિલા કર્મયોગી એટલે કિલ્લોલ સાપરિયા ”વ્યક્તિની સફળતા અન્ય માટે પ્રેરણારૂપ બનવી જોઈએ”- કિલ્લોલ સાપરિયા ગાંધીનગર,સોમવાર એક સપ્તાહ ચાલનાર નારી વંદન ઉત્સવ દરમિયાન 'મહિલા કર્મયોગી દિવસ'ની ઉજવણી એટલે એવી મહિલાઓને સમર્પિત દિવસ જે જુદા જુદા વ્યવસાયો સાથે જોડાઈ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરવા સાથે કર્મયોગી બની છે. આ દિવસ સામાન્ય રીતે મહિલા કર્મચારીઓના યોગદાન અને સિદ્ધિઓની ઉજવણી કરવાનો કે મહિલા કર્મીઓની મહેનત, સમર્પણ અને વિવિધ વ્યવસાયોમાં તેઓએ જે પડકારોને પાર કરી સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ તેમને બિરદાવવાનો દિવસ છે.  આ કર્મયોગી મહિલા દિવસે ગાંધીનગર જિલ્લાની એક એવી મહિલાની વાત કરવી છે જેમણે ૧૯૯૬ થી માંડી ૨૦૧૭ સુધીમાં દોઢ લાખથી વધુ દીકરીઓને જુડો કરાટેની તાલીમ આપી.અને ગાંધીનગરમાં ‘કિલ્લોલ દીદી’ના હુલામણા નામથી જાણીતા બન્યા છે તેવા કિલ્લોલ એસ. સાપરિયાની.  વર્તમાન સમયમાં મહિલાઓને જ્યારે સ્વ બચાવની તાતી જરૂરિયાત છે ત્યારે પાછલા ૨૮ વર્ષ

ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ

Image
         ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ બાલાસિનોરથી રૈયોલી જતા પોતાનો કોન્વોય રોકાવીને મોડેલ સ્કૂલના બાળ વિદ્યાર્થીઓને મળ્યા.  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સહજતા અને બાળકો પ્રત્યેના સ્નેહનું વધુ એક તાદ્રશ્ય ઉદાહરણ તેમણે મહિસાગર જિલ્લાના બાલાસિનોરની મુલાકાત દરમ્યાન પૂરૂ પાડ્યું હતું. મુખ્યમંત્રીશ્રી બાલાસિનોર ખાતેથી સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરીને રૈયોલી જઈ રહ્યાં હતા. તે દરમ્યાન તેમની કોન્વોયના વાહનો સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન માર્ગની બાજુમાં ઊભા રહી આ વાહનોને નિહાળી રહેલા બાળકો તરફ ગયું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે  તુરત જ પોતાની કોન્વોય રોકાવી દીધી હતી અને તેઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા. કોન્વોય વાહનોને અચાનક ઊભા રહી જતા જોઈને બાળકો વિચારમાં પડી ગયા હતા. ત્યાં તો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો પાસે પહોંચી ગયા હતા અને તેમને મળીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. #gujaratinformation#CMO#GOGConnect#BhupendraPatel#mahitigujarat

Gandhinagar : ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકે ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવો : જિલ્લા પોલીસ વડાશ્રી

Image
 Gandhinagar : ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકે ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવો : જિલ્લા પોલીસ વડાશ્રી  જિલ્લાના નાગરિકોએ પોતાની બેંક કે અન્ય નાણાંકીય બાબતની વિગતો મોબાઇલ પર કોઇપણ વ્યક્તિને આપવી નહીં : ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો કે ફેક આઇ.ડી.થી ચેતો...... જિલ્લા પોલીસ વડાશ્રી ગાંધીનગર જિલ્લા પોલીસની સાયબર ક્રાઇમ શાખાએ સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકોને રૂ. ૫૬ લાખથી વધુની રકમ પરત અપાવી ગાંધીનગર: શુક્રવાર:   રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડાક સમયથી સાયબર ક્રાઇમનો ભોગ સરળતાથી નાગરિકો બનતા હોય છે. નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ બને તો તરત જ  ગાંધીનગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસનો અથવા ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું છે.   જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ સામાન્ય નાગરિકોને બેંક, પોલીસ, ઇન્કમટેક્ષ કે અન્ય વિભાગમાંથી બોલું છું, કહી તેમની પાસેથી નાણાંકીય બાબતોની વિગતો વાતવાતમાં લઇ લેતાં હોય છે. કયારેક લીંક કે અન્ય રીતે સામાન્ય નાગરિકો પાસેથી

Rajkot|Paddhari |Lodhika|Dhoraji| Jam Kandorna|Upleta|Jetpur|Kotda Sangani| Jasdan|Vinchhiya and Gondal latest news:રાજકોટ ખાતે પ્રદેશ કક્ષાની 'આપદા મિત્ર' રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ

Image
Rajkot|Paddhari |Lodhika|Dhoraji| Jam Kandorna|Upleta|Jetpur|Kotda Sangani| Jasdan|Vinchhiya and Gondal latest news:રાજકોટ ખાતે પ્રદેશ કક્ષાની 'આપદા મિત્ર' રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ  યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા હેમુગઢવી હોલ ખાતે જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સહયોગથી પ્રદેશ કક્ષાની આપદા મિત્ર રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ હતી. જેમાં આપદા મિત્રોને વોટર રેસ્ક્યુ, ફાયર, કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન અને બેઝિક ઓફ ફર્સ્ટ એઇડ એમ ચાર તબક્કામાં તાલીમ અપાઈ હતી. રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીની સૂચના મુજબ  આ કાર્યક્રમમાં પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ જેવી કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં રાહત, શોધ, બચાવ અને પ્રાથમિક સારવારની કામગીરી કેવી રીતે કરી શકાય, તે માટે આપદા મિત્રોને માર્ગદર્શન પૂરું પડાયું હતું. આપદા મિત્રોને આફત પૂર્વે, આફત દરમિયાન તથા આફત પછી શું કરવું અને શું ન કરવું તેની પ્રાથમિક સમજ અપાઈ હતી. તેમજ બચાવ કામગીરી માટે ઉપયોગી રબ્બર બોટ, હલેસા, આઉટ બોટ મોટર, લાઈફ જેકેટ, લાકડા કાપવા ચેઈન-શા, કૃત્રિમ ત્રાફા, ખાલી બેરલ સહિતના સાધનોનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું. આ