Posts

Showing posts from June, 2024

Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.

Image
 Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર  વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.  મું. ગાંગડીયા,તા.મહુવા, જિ. સુરત, શિક્ષકશ્રી પ્રફુલભાઇ પટેલ, પ્રોફેસર કુ. હેતા, પરિવારજનો અને ધોડિયા સમાજ માટે તારીખ 26-06-2 024નો દિવસ યાદગાર બન્યો.  પ્રફુલભાઇ પટેલ દિશા ધોડિયા સંગઠનના પાયાના કાર્યકર છે.  તેમજ  તેઓ એક એવોર્ડ વિનર શિક્ષક, જિલ્લા સંઘ, રાજ્યસંઘમાં પ્રતિનિધિત્વ કરનાર, સમાજના હિતેચ્છુ અને     સતત પ્રવૃત કર્મનિષ્ઠ યોગી. તેમની  દીકરી હેતાએ (msc.med.Gset - maths - Edu. TAT 1-2-CTET -) પૂર્ણ કરી હાલ જામનગર Bed કોલેજમાં કાયમી લેક્ચર તરીકે નિમણૂક પામી છે.તેમણે કર્મભૂમિ અને સમાજને યાદ કરી નોકરીનો પ્રથમ પગાર ૫૧,૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે દાનમાં આપી આદિવાસી ધોડિયા સમાજમાં દાનને યોગ્ય દિશામાં આપવા માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.  સાધારણ પરિવારની આ અસાધારણ ઉદારવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.જે ધોડિયા સમાજ સદાય માટે  યાદગાર અને પ્રેરણાદાયી રહેશે. આજે સમાજ માટે ગૌરવની પળ તો ખરી જ(ગામ ગાંગડીયા અને પરિવારે) સાચી મદદ પણ

Ahamedabad District shala Praveshotsav 2024 : Ahmedabad City, Daskroi, Sanand, Viramgam, Detroj-Rampura, Mandal, Bavla, Dholka, Dhandhuka, Dholera

Image
Ahamedabad District shala Praveshotsav 2024 : Ahmedabad City, Daskroi, Sanand, Viramgam, Detroj-Rampura, Mandal, Bavla, Dholka, Dhandhuka, Dholera  શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ, ખેંગારિયા પ્રાથમિક શાળા શાળા પ્રવેશોત્સવ..કન્યા કેળવણી મહોત્સવ.. ખેંગારિયા.2024-25 Posted by  Khengariya PrimarySchool  on  Wednesday, June 26, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

Image
     Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો. આજરોજ તા.26/06/2024 ના બુધવારના દિને કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકા માં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ 1માં 3 કુમાર અને 3 કન્યાઓ મળીને કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગ થી ઉપસ્થિત ઉપ સચિવ  શ્રી આશિષભાઈ ચૌધરી સાહેબે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૌધરી સાહેબે ધોરણ 3 થી 8 ની ઉત્તરવહી અને એકમ કસોટી ચેક કરી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બાળકો માટેની નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 8 માટે પૂરી પાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે  ગ્રા

Rajpipla(Narmda): "ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની"

Image
   Rajpipla(Narmda): "ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની" નર્મદા જિલ્લામાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાશે આગામી તા. ૨૬ થી ૨૮ જૂન, ૨૦૨૪ દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવનો આશય શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો રાજપીપલા, સોમવાર :- કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી બ્રીફિંગને નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળીને માર્ગદર્શન મેળવ્યું હતું. આ બ્રીફિંગને નિહાળ્યા બાદ જિલ્લા કલેક્ટર શ્રીમતી તેવતિયાએ નર્મદા જિલ્લામાં જિલ્લાકક્ષાએ આગામી તા. ૨૬ થી ૨૮ જૂન, ૨૦૨૪ દરમિયાન યોજાનારી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના રૂટનું સુવ્યવસ્થિત આયોજન કરવા તેમજ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ ભાગીદારી નોંધાવવા માટે રચનાત્મક સૂચનો કરીને માર્ગદર્શિત કર્યા હતા.  ઉલ્લેખનીય છે કે, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો આશય વિદ્યાર્થીઓનું સો ટકા નામાંકન થાય, વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘ

ગાંધીનગર : ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા કટિબદ્ધ ગુજરાત સરકાર...

Image
   ગાંધીનગર : ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા કટિબદ્ધ ગુજરાત સરકાર... ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા કટિબદ્ધ ગુજરાત સરકાર... રાજ્યવ્યાપી 'એન્ટી ડ્રગ કેમ્પઇન' જન-જન સુધી પહોંચાડવાનો... Posted by  Gujarat Information  on  Monday, June 24, 2024

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

Image
  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 30 સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ.

Image
 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 30 સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ. માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ₹36.44 કરોડના ખર્ચે તૈયાર થયેલ 30 સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ... શહેરની વસ્ત્રાપુર સરકારી વસાહત પ્રાથમિક શાળા તેમજ નારણપુરા ગુજરાતી શાળા નંબર-1ની અનુપમ (સ્માર્ટ) શાળાઓની મુલાકાત લઈ કેન્દ્રીય મંત્રીશ્રીએ શાળાની સુવિધાઓનું નિરિક્ષણ કરી બાળકો સાથે સંવાદ સાધ્યો હતો તેમજ શાળાના બાળકો દ્વારા આયોજિત શિક્ષણ પ્રદર્શનની રસપૂર્વક મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા; મહાનુભાવો દ્વારા શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું... માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની... Posted by  Gujarat Information  on  Friday, June 21, 2024

Valsad,Navsari,Dang News paper updates 15-06-2024 :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

Image
 Valsad,Navsari,Dang News paper updates 15-06-2024 :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,  Courtesy: News paper