Gandevi (amalsad) : ગણદેવી સરીસ્ટેશન કન્યાશાળામાં સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

 

 

Gandevi (amalsad) : ગણદેવી  સરીસ્ટેશન કન્યાશાળામાં  સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

Gandevi (amalsad) : ગણદેવી  સરીસ્ટેશન કન્યાશાળામાં તા.26/03/24ને મંગળવારે સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું.

આ પ્રદર્શન યોજવા પાછળનો મુખ્ય હેતુ સમાજિક વિજ્ઞાનમાં બાળકોને ઐતિહાસિક પાત્રો વિશે સરળતાથી પરિચિત થાય અને તેમણે કરેલા કાર્યો વિશે સવિશેષ જાણકરી મેળવવાનો રહેલો છે.

 જેમાં ઐતિહાસિક પાત્રોની આબેહૂબ પ્રતિકૃતિ સ્વરૂપે વિધાર્થીનીઓએ વેશ પરિધાન કૃતિ રજૂ કરી હતી.ત્યારબાદ બીજા મણકામાં વિધાર્થીઓ એ પોતાની સર્જનાત્મકતા  સામાજિક વિજ્ઞાનના નાના મોટા મોડેલ્સ બનાવી સૌની સમક્ષ રજૂ કર્યા હતા.

અંતે સામાજિક વિજ્ઞાનની ક્વિઝ રાખી વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરી શકાય? તે ત્રીજા મણકામાં સરળતાથી શીખવવામાં આવ્યું હતું. શાળ સ્ટાફ દ્વારા નિર્ણાયકની  કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર સામાજિક વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન સા.વિ. શિક્ષક ગૌરવભાઈ ખલાસી દ્વારા થયું.. જેમને પ્રેરક બળ શાળાના તમામ સ્ટાફ મિત્રોએ પુરું પાડ્યું. શાળા એસ.એમ.સી સભ્યો તમામ હાજર હતા.. શિક્ષણ વિદ શ્રી સ્નેહાબેનના હસ્તે સમગ્ર પ્રદર્શન ખુલ્લુ  મુકવામાં આવ્યું હતું.

આચાર્યશ્રી અજુવેન્દ્રભાઈએ ઉપસ્થિત તમામ સભ્યો, વાલીઓ અને તમામ ભાગ લેનાર બાળકોને અભિનંદન પાઠવી  આભાર વ્યક્ત કર્યો હતો.




Comments

Popular posts from this blog

Navsari News : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા.

ગુજરાત રાજ્યના કુલ 252 તાલુકાઓના નામ સહિત યાદી

ગુજરાતના જિલ્લાઓ અને તેનો ઇતિહાસ