Posts

Rajkot|Paddhari |Lodhika|Dhoraji| Jam Kandorna|Upleta|Jetpur|Kotda Sangani| Jasdan|Vinchhiya and Gondal latest news:રાજકોટ ખાતે પ્રદેશ કક્ષાની 'આપદા મિત્ર' રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ

Image
Rajkot|Paddhari |Lodhika|Dhoraji| Jam Kandorna|Upleta|Jetpur|Kotda Sangani| Jasdan|Vinchhiya and Gondal latest news:રાજકોટ ખાતે પ્રદેશ કક્ષાની 'આપદા મિત્ર' રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ  યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા હેમુગઢવી હોલ ખાતે જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સહયોગથી પ્રદેશ કક્ષાની આપદા મિત્ર રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ હતી. જેમાં આપદા મિત્રોને વોટર રેસ્ક્યુ, ફાયર, કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન અને બેઝિક ઓફ ફર્સ્ટ એઇડ એમ ચાર તબક્કામાં તાલીમ અપાઈ હતી. રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીની સૂચના મુજબ  આ કાર્યક્રમમાં પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ જેવી કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં રાહત, શોધ, બચાવ અને પ્રાથમિક સારવારની કામગીરી કેવી રીતે કરી શકાય, તે માટે આપદા મિત્રોને માર્ગદર્શન પૂરું પડાયું હતું. આપદા મિત્રોને આફત પૂર્વે, આફત દરમિયાન તથા આફત પછી શું કરવું અને શું ન કરવું તેની પ્રાથમિક સમજ અપાઈ હતી. તેમજ બચાવ કામગીરી માટે ઉપયોગી રબ્બર બોટ, હલેસા, આઉટ બોટ મોટર, લાઈફ જેકેટ, લાકડા કાપવા ચેઈન-શા, કૃત્રિમ ત્રાફા, ખાલી બેરલ સહિતના સાધનોનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું. આ

Latest educational news: Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Kamrej,Uchchhal,Nizar, Dolvan kukarmunda

Image
    Latest educational news:  Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Kamrej,Uchchhal,Nizar, Dolvan kukarmunda 

Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો.

Image
Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો. તારીખ :૨૦-૦૭-૨૦૨૪નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ખેરગામ વિસ્તારનાં તેમજ અન્ય સ્થળોઓથી પધારેલ સેવાભાવી  રક્તદાતાઓ સહિત ખેરગામ વેણ ફળિયાનાં ડો.પંકજભાઈ પટેલે 50મી વખત રક્તદાન કર્યું  હતું. તેમજ મંડળનાં હોદ્દેદારોએ પણ આ રક્તદાનમાં ભાગ લઈ મંડળ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગે જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલે તમામ રક્તદાતાઓનો તેમનાં તંદુરસ્ત જીવન માટે હાર્દિક શુભકામનાઓ અને સમાજ માટે ઋણ ચૂકવવા બદલ અંતઃ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, પ.પૂ. કથાકાર પ્રફુલ શુક્લજી,ખેરગામ ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી ઝરણાબેન પટેલ, નવસારી જિલ્લા સદસ્ય અને પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર,ખેરગામ મામલતદારsશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ,  મંડળનાં હોદ્દેદારો, શાળાનાં શિક્ષકો, ગામના આગેવાનો, પત્રકાર મિત્રો, રોટરી કલબ ચીખલીના હોદ્દેદારો, રક્તદાન કેન્દ્રના અ

નવસારી: તાજીયા(મહોરમ) દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવા નવસારી પોલીસ કટીબદ્ધ:

Image
નવસારી: તાજીયા(મહોરમ) દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવા નવસારી પોલીસ કટીબદ્ધ: આગામી તાજીયા(મહોરમ) દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ.  @GujaratPolice   @ADGP_Surat   pic.twitter.com/7enQ0HQDIh — SP NAVSARI (@SP_Navsari)  July 15, 2024

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ

Image
 Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ ચાલુ વર્ષે શાળાની માળખાગત સુવિધાઓથી પ્રભાવિત વાલીઓએ ૨૧ બાળકોને ખાનગી શાળા માંથી હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો  * છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો * હાડગુડ પ્રાથમિક શાળા એટલે.... ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, ૩૦ સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા તથા ફાયર સેફટીની અદ્યત્તન સુવિધાથી સજ્જ આધુનિક ભવન  * આણંદ, મંગળવાર : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓમાં વધારો થતાં અને આધુનિકીકરણ થતાં લોકોનો સરકારી શાળા તરફનો અભિગમ બદલાયો છે. આ અન્વયે આજે વાત કરવી છે, આણંદ જિલ્લા મથક થી માત્ર ‌ ૩ કિ.મી. દુર આવેલી પી.એમ.શ્રી યોજના અંતર્ગતની આદર્શ એવી હાડગુડ પ્રાથમિક શાળાની. આ એક એવી શાળા છે કે જેમાં ધોરણ ૦૧ થી ૦૮ માં ૮૯૮ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભણી રહ્યા છે અને સરકારી શાળા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાડગુડ પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં બાલાવાટીકાન

માનનીય મુખ્યમંત્રીશ્રીનાં જન્મ દિવસ નિમિત્તે ખેરગામ તાલુકાના સરકારી કોલેજ ખાતે વૃક્ષારોપણ અને નાંધઈ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ કાર્યક્રમ યોજાયો.

Image
  માનનીય મુખ્યમંત્રીશ્રીનાં જન્મ દિવસ નિમિત્તે ખેરગામ તાલુકાના સરકારી કોલેજ ખાતે વૃક્ષારોપણ અને નાંધઈ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ કાર્યક્રમ યોજાયો.  ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે ખેરગામ તાલુકા યુવા મોરચા દ્વારા આયોજીત  સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખેરગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિધાર્થીઓ તેમજ અધ્યાપકશ્રીઓ સાથે વૃક્ષારોપણ અને નાંધઈ ગંગેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ માં સાફ સફાઈ અભિયાન કરી સેવાકીય અભિગમ સાથે જન્મદિવસની ઉજવણી કરી.

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

Image
Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ અહેવાલ : મનોજ ખેંગાર  (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.  સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.  હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.  અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.  પ્રક