Posts

#વર્લ્ડમ્યૂઝિયમડે

#વર્લ્ડમ્યૂઝિયમડે   #વર્લ્ડમ્યૂઝિયમડે 🔸અમદાવાદમાં કચ્છની સંસ્કૃતિ મ્યૂઝિયમમાં રજૂ કરવામાં આવી 🔸મ્યૂઝિયમમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિની જોવા મળશે ઝલક 🔸કચ્છના લીંપણ, માટીકામ, હસ્તકલા, વાદ્યો-વાંજિત્રો, કચ્છી ચલણના નમૂના, ભૂસ્તરના નમૂના, નદી અને સમુદ્રના જીવો જોવા મળશે pic.twitter.com/pYDiLFKEz3 — DD News Gujarati (@DDNewsGujarati) May 18, 2024 🔶છોટા ઉદેપુરમાં આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની કરઈ ઉજવણી 🔶તેજગઢ સ્થિત આદિવાસી એકેડમીમાં વાચા વિશેષ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું pic.twitter.com/q8XeHn2nj8 — DD News Gujarati (@DDNewsGujarati) May 18, 2024

ગુજરાતના જિલ્લાઓ અને તેનો ઇતિહાસ

  ભારતના   ગુજરાત   રાજ્યમાં ૩૩   જિલ્લાઓ   આવેલા છે વિસ્તારમાં   કચ્છ   સૌથી મોટો અને   ડાંગ   સૌથી નાનો જિલ્લો છે.   અમદાવાદ જિલ્લામાં   સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યનો   સુરત જિલ્લો   સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે , જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. ગુજરાતમાં ૨૫૨   તાલુકાઓ   આવેલા છે . ઇતિહાસ     ૧૯૬૦    ૧ મે ૧૯૬૦ના રોજ   બોમ્બે રાજ્યના   ઉત્તર ભાગના ૧૭ જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. આ જિલ્લાઓ હતા:   અમદાવાદ ,  અમરેલી ,  બનાસકાંઠા ,  ભરૂચ ,  ભાવનગર ,  ડાંગ ,  જામનગર ,  જુનાગઢ ,  ખેડા ,  કચ્છ ,  મહેસાણા ,  પંચમહાલ ,  રાજકોટ ,  સાબરકાંઠા ,  સુરત ,  સુરેન્દ્રનગર , અને   વડોદરા . ૧૯૬૪     ૧૯૬૪માં   ગાંધીનગર જિલ્લો   અમદાવાદ અને મહેસાણાના ભાગોમાંથી રચવામાં આવ્યો. ૧૯૬૬    સુરતમાંથી   વલસાડ જિલ્લો   ૧૯૬૬માં છૂટો પાડવામાં આવ્યો. ૧૯૯૭   ૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ પાંચ નવા જિલ્લાઓની રચના કરવામાં આવી: ·          આણંદ   ખેડામાંથી છૂટો પડાયો. ·          દાહોદ   પંચમહાલમાંથી છૂટો પડાયો. ·          નર્મદા   ભરૂ

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

Image
                                          આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું  દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ નાઈ તે પોર, ચક્રમ ચાડીયો, તેઓ people's linguistics survey of india (PLSI) પ્રકાશનમાં ધોડિયા બોલી સાહિત્ય વ્યાકરણનું લેખન પણ કરેલું છે. NCRT ભોપાલ ખાતે (MLE) તાલીમ કાર્

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

Image
                 આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર