નારી વંદન ઉત્સવ: 'મહિલા કર્મયોગી દિવસ' વિશેષ લેખ
નારી વંદન ઉત્સવ: 'મહિલા કર્મયોગી દિવસ' વિશેષ લેખ ૨૮ વર્ષથી ગાંધીનગર જિલ્લાની દીકરીઓને કરાટે-જુડો થકી સફળ તાલીમ આપી આત્મરક્ષણ માટે સક્ષમ બનાવનાર મહિલા કર્મયોગી એટલે કિલ્લોલ સાપરિયા ”વ્યક્તિની સફળતા અન્ય માટે પ્રેરણારૂપ બનવી જોઈએ”- કિલ્લોલ સાપરિયા ગાંધીનગર,સોમવાર એક સપ્તાહ ચાલનાર નારી વંદન ઉત્સવ દરમિયાન 'મહિલા કર્મયોગી દિવસ'ની ઉજવણી એટલે એવી મહિલાઓને સમર્પિત દિવસ જે જુદા જુદા વ્યવસાયો સાથે જોડાઈ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરવા સાથે કર્મયોગી બની છે. આ દિવસ સામાન્ય રીતે મહિલા કર્મચારીઓના યોગદાન અને સિદ્ધિઓની ઉજવણી કરવાનો કે મહિલા કર્મીઓની મહેનત, સમર્પણ અને વિવિધ વ્યવસાયોમાં તેઓએ જે પડકારોને પાર કરી સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ તેમને બિરદાવવાનો દિવસ છે. આ કર્મયોગી મહિલા દિવસે ગાંધીનગર જિલ્લાની એક એવી મહિલાની વાત કરવી છે જેમણે ૧૯૯૬ થી માંડી ૨૦૧૭ સુધીમાં દોઢ લાખથી વધુ દીકરીઓને જુડો કરાટેની તાલીમ આપી.અને ગાંધીનગરમાં ‘કિલ્લોલ દીદી’ના હુલામણા નામથી જાણીતા બન્યા છે તેવા કિલ્લોલ એસ. સાપરિયાની. વર્તમાન સમયમાં મહિલાઓને જ્યારે સ્વ બચાવની તાતી જરૂરિયાત છે ત્યારે પાછલા...
Comments
Post a Comment